નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ / નર્મદામાં દૂધનો અભષેક કરી 6 હજાર સાગરખેડુઓ દરિયો ખૂંદવા રવાના

નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ / નર્મદામાં દૂધનો અભષેક કરી 6 હજાર સાગરખેડુઓ દરિયો ખૂંદવા રવાના 
121 મીટરની ચુંદડી નર્મદા માતાને અર્પણ 
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25 હજારથી વધુ માછીમારો બુધવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અને દૂગ્ધાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને 121 મીટર લાંબી ચૂંદડી ચઢાવી 1200 બોટમાં 6000 માછીમારો અંદાજિત 35 કિમી સુધી 7 દિવસ સમુદ્ર ખૂંદવા રવાના થઇ રહ્યાં છે.
Advertisements 
લોકડાઉનમાં નર્મદાના નીર શુધ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે.લોકડાઉનના કારણે પણ નર્મદાના જળ શુદ્ધ બનતા આ સીઝન સારી જાય તેવી આશા માછીમારો રાખી રહ્યાં છે. ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25 હજારથી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે. ભાડભૂતના નર્મદાકાંઠે બુધવારેf સવારથી માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પહોંચી માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું.

જળમાં દૂધનો અભિષેક કરી આ સીઝન સારી રહે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી
નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ બાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી નદીના જળમાં દુધનો અભિષેક કરી 121 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરીને તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી. ભાડભૂતના 6000 માછીમારો 1200 બોટમાં ચાર મહિના સુધી પુરુષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડી વાર્ષિક કમાણી કરતા હોય છે.
પૂજન અર્ચન બાદ માછીમારો નાવડીઓ લઇ 7 દિવસ દરીયામાં 35 કિમી સુધી હિલ્સા માછલી પકડે છે. હિલ્સા માછલી દર વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે. સુરત,મુંબઇ અને કલકત્તાના વેપારીઓ હિલ્સા માછલી ખરીદવા ધામા નાખે છે. આ માછલીની વિદેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.