કોરોના વર્લ્ડ LIVE / 63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

કોરોના વર્લ્ડ LIVE / 63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

ન્યૂયોર્કમાં એક સલૂન પાસેથી પસાર થઈ રહેલો યુવાન, કોરોના સંક્રમણથી બચવા તેણે માસ્ક પહેર્યું છે
ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 63.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.75લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 28.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સ્પેનમાં માર્ચ મહિના બાદ સૌ પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ મોત થયું નથી.સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ભૂતપુર્વ ડિરેક્ટર ટોમ ફ્રીડને આગામી એક મહિનામાં અમેરિકામાં સંક્રમણને લીધે 20 હજારથી વધારે મોત થવાની શક્યતા દર્શાવી eછે. તેઓ ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં CDCના ડિરેક્ટર હતા. જોન હોપકિંસ યુનિવર્સિટીના મહામારી બાબતના નિષ્ણાત જેનિફર નૂજોએ એક્સિયોસ હેલ્થ જણાવ્યું કે લોકો એવી ખોટી ધારણા ધરાવે છે કે આપણે હવે કોરોનાના જોખમથી મુક્ત થયા છીએ.
Advertisements 
મલેશિયામાં છેલ્લા 10 દિવસથી કોરોના વાઈરસથી એક પણ મોત નહીં
મલેશિયામાં છેલ્લા 10 દિવસથી કોરોના વાઈરસથી એકપણ મોત થયું નથી. એક દિવસમાં 38 નવા કેસ નોંધાયા છે. મલેશિયામાં કુલ 7857 કેસ નોંધાયા છે અને 115 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે.કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના 35નવા કેસ નોંધાયાછે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે.

બાંગ્લાદેશે લોકડાઉન હટાવ્યું
સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ડોક્ટરોની ચેતવણી છતા બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે. અહીં સંક્રમણનું જોખમ શહેરોમાં વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે લોકડાઉન હટાવી રહ્યા છીએ. રવિવારે અહીં 2545 કેસ નોંધાયા હતા અને 40 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં કુલ 47 હજાર 153 કેસ નોંધાયા છે અને 650 લોકોના જીવ ગયા છે.



બ્રાઝીલમાં મહામારી વચ્ચે પોલીસે રવિવારે સ્લમ વિસ્તારમાં ડ્રગ માફિયા સામે કાર્યવાહી કરી હતી. સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેઓનો આરોપ છે કે સરકાર સુવિધા આપવાના બદલે લોકોને અહીંથી હટાવવા માંગે છે.

અમેરિકા બ્રાઝીલને મદદ કરશે
અમેરિકા અને બ્રાઝીલે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવાયું કે અમેરિકા ટૂંક સમયમાં બ્રાઝીલમાં એક હજાર વેન્ટિલેટરઅને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 20 લાખ ટેબલેટ મોકલશે. નિવેદનમાં કહેવાયું હતું કે બ્રાઝીલમાં સામાન્ય લોકો જ નહીં પરંતુ ડોક્ટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પણ જોખમનો સામનો કરી રહ્યા છે.બ્રાઝીલમાં 5 લાખ 15 હજાર કેસ નોંધાયા છે, જેમાં 29 હજાર 341 લોકોના મોત થયા છે.
અમેરિકામાં 6 લાખને સારવાર પછી રજા અપાઈ
અમેરિકામાં અત્યાર સુધીમાં 18.37 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 6 હજાર 195 લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
જાપાનમાં 33 નવા કેસ નોંધાયા
જાપાનમાં 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં કુલ 17 હજાર 597 કેસ નોંધાયા છે અને 905 લોકોના મોત થયા છે. દેશમાં સ્કૂલ અને ધંધા આવી રહ્યા છે.




સંક્રમણની દ્રષ્ટિએ ભારત,  7માં નંબરે
સંક્રમણની દ્રષ્ટિએ જર્મની અને ફ્રાન્સને પાછળ છોડીને ભારત સાતમાં નંબરે આવી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.90 લાખથી વધારે કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 1.89 લાખ કેસ અને જર્મનીમાં 1.83 લાખ કેસ નોંધાયા છે.
કતારમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. અહીં ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. અહીં 56 હજાર 910 લોકો સંક્રમિત છે.38 લોકોના મોત થયા છે. અહીં 22 લાખથી વધારે ટેસ્ટ થયા છે.



શાંઘાઈમાં મિલિટ્રી થીમ પાર્કમાં રવિવારે લોકો ઉમટી પડ્યા હતા. રવિવારે ચીનમં 16 કેસ નોધાયા હતા.

અપડેટ્સ
  • Ⓜ️ચીનમાં કોરોના વાઈરસના 16 નવા કેસ નોંધાયા છે.
  • Ⓜ️ઈઝરાયલમાં 59 નવા કેસ સાથે 17 હજાર 71 કેસ 
કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ
દેશકેસમોત
અમેરિકા18,37,170106,195
બ્રાઝીલ514,9924,693
રશિયા405,8434,693
સ્પેન286,50927,127
બ્રીટન274,76238,489
ઈટાલી232,99733,415
ભારત190,6095,408
ફ્રાન્સ188,88228,802
જર્મની183,4948,605
પેરુ164,4764,506
તુર્કી163,9424,540
ઈરાન151,4667,797
ચીલી99,6881,054
કેનેડા90,9477,295
મેક્સિકો90,6649,930
સાઉદી અરબીયા85,261503
ચીન83,0174,634
પાકિસ્તાન69,4961,483
બેલ્જિયમ58,3819,467
કતાર56,91038
બાંગ્લાદેશ47,153650
નેધરલેન્ડ46,4425,956
બેલારુસ42,556235
સ્વીડન37,5424,395
 B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.