વડોદરા / પિકનિક મનાવવા નદી કિનારે પહોંચીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા, મહી અને નર્મદા નદી કાંઠે ન્હાવા માટે ભીડ જામી

વડોદરા / પિકનિક મનાવવા નદી કિનારે પહોંચીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા, મહી અને નર્મદા નદી કાંઠે ન્હાવા માટે ભીડ જામી

લાંછનપુર સ્થિત મહીસાગર નદીમાં લોકો ન્હાવા માટે ઉમટ્યા
વડોદરા: કોરોના વાઈરસની મહામારીના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં છૂટછાટ મળતા જ વડોદરા શહેર-જિલ્લાના લોકો કોરોના વાઈરસને ભૂલીને નદી કિનારે પિકનિક મનાવવા ઉમટી રહ્યા છે. જેમાં સાવલી તાલુકાના લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે લોકોનો ભારે ધસારો થઇ રહ્યો છે. મહીસાગર નદીના કિનારે કોવિડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
Advertisements 
લાંછનપુર મહીસાગર નદીના કિનારે લોકોનો શરૂ થયેલો ધસારો ચિંતાજનક છે
  ઉલ્લેખનિય છે કે, લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી મરણ સ્પોટ્સ તરીકે પણ જાણીતું છે. દર વર્ષે આ નદીમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે લોકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે લાંછનપુર મહીસાગર નદીના કિનારે લોકોનો શરૂ થયેલો ધસારો ચિંતાજનક બન્યો છે. આ સાથે કોરોનાની ગાઇડ લાઇનનું પણ કોઇ પાલન થતું ન હોવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.
B B K NEWS 
#manishkansara 
OWNER 
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.