ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં મોદી સરકાર, કસ્ટમ ડયુટી વધારવાની તૈયારી

ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં મોદી સરકાર, કસ્ટમ ડયુટી વધારવાની તૈયારી
વિસ્તારવાદી ચીનની શાન ઠેકાણે લાવવા ભારતે વાયુસેના માટે રશિયા પાસેથી તત્કાળ 12 SU-30MKI અને 21 MiG-29 એમ 33 ઘાતક ફાઈટર જેટ ખરીદવાનો નિર્ણય લીધો છે. હવે આર્થિક રીતે પણ ચીનને જોરદાર આંચકો આપવા માટે મોદી સરકાર કમર કસી રહી છે. અમેરિકા બાદ હવે મોદી સરકારે ચીન સાથે ટ્રેડ વોરમાં ઉતરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
Advertisements 
મોદી સરકાર કસ્ટમ ડ્યૂટી વધારવા પર વિચાર કરી રહી છે. ભારત ચીનના બિન-જરૂરી સામાનો પર આયાતમાં કાપ મુકવાનો પ્લાન બનાવી રહી છે. જોકે હજી સુધી આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી પણ વાણિજ્ય મંત્રાલય આ બાબતને લઈને નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરી રહ્યું છે.

ભારતની કુલ આયાતનો લગભગ 14 ટકા સામાન ચીનથી થાય છે. એપ્રિલ 2019-ફેબ્રુઆરી 2020 વચ્ચે ભારતે 62.4 બિલિયન ડોલરનો માલ સામાન ચીનમાંથી આયાત કર્યો, જ્યારે પાડોશી દેશમાં નિકાસ 15.5 બિલિયન ડોલર હતી. ચીનમાંથી આયાત કરવામાં આવેલા મુખ્ય સમાનોમાં ઘડિયાળ, રમકડા, રમતના સાધનો, ફર્નિચર, ગાદલા, પ્લાસ્ટિક, વિજળીના ઉપકરણો, રસાયણ, લોખંડ અને સ્ટીલની વસ્તુઓ ખનિજ ઈંધણનો સમાવેશ થાય છે.

ડ્રેગનને બરાબરનો સબક શિખવશે ભારત

લદ્દાખમાં થયેલી હિંસક ઘટના બાદ ચીનને આકરો ફટકો મારવા ભારત સરકાર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા મામલે આગળ વધવા જઈ રહી હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. ભારત ચીનમાંથી આયાત કરવામાં આવનારી બિન-જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી લાદે તેવી શક્યતા છે.

આ અગાઉ ચીનને સબક સિખવાડવા ભારતીય રેલવેએ ચીની કંપનીઓ સાથેના પોતાના કરારનો અંત આણી લીધો છે. ચીનની કંપની સાથે વર્ષ 2016માં 471 કરોડનો કરાર થયો હતો, જેમાં ચીનની કંપનીએ 417 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર સિગ્નલ સિસ્ટમ લગાવવાની હતી.

આ ઉપરાંત સરકાર BSNL અને MTNLને તો પહેલા જ નિર્દેશ આપી ચુકી છે કે, તેઓ ચીની ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળે. તો વ્યાપારી સંકઠનોએ પણ ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર અને ભારતીય ચીજવસ્તુઓનો પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અભિયાનને વધારે ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. સંગઠને 500 જેટલા માલસામાનોની એક યાદી તૈયાર કરી છે, જે ચીનથી ના મંગાવવાનો નિર્ણય લીધો છે.
B B K NEWS
OWNER 
Manish Kansara 
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.