રાવ / અંકલેશ્વર રાજપીપલા બિસ્માર રોડના મુદ્દે સાંસદ મનસુખ વસાવા અકળાયાં

રાવ / અંકલેશ્વર રાજપીપલા બિસ્માર રોડના મુદ્દે સાંસદ મનસુખ વસાવા અકળાયાં
અંકલેશ્વર: રાજપીપલા બિસ્માર માર્ગના મુદ્દે સાંસદનો આક્રોશ વ્યક્ત કરતા જિલ્લા કલેકટરને પત્ર લખી ફરિયાદ કરી હતી. કોન્ટ્રક્ટર પેચ વર્ક કરવા રૂપિયા ફાળવ્યા છતાં રીપેર ના કરી રહ્યા હોવાની રાવ કરી હતી. ઇજારદારો મનમાની પૂર્વક વર્તતા હોવાની ફરિયાદ સાથે ફરી એકવાર સરકારના જ વિભાગ સામે ખુદ સાંસદે લાલ આંખ કરી હતી.અંકલેશ્વરને સ્ટેચ્યુ ઓફ યુનિટી આઠે જોડાતા અંકલેશ્વર થી ઉમલ્લા-તવડી સુધી માર્ગ પર અનેક સ્થળે ખાડા પાડ્યા છે.જેને લઇ ગ્રામજનો ભારે અગવડતા ઉભી થઇ રહી છે.
Advertisements 
જિલ્લા કલેક્ટરને પત્ર લખી પોતાનો આક્રોશ ઠાલવ્યો
સંબંધિત એજન્સી કોર્ટમાં ગઈ છે. જેને લઇ રસ્તાનો કામગીરી કોર્ટ મેટર બની છે. પરંતુ રસ્તાની સ્થિતિ અંગે નાયબ મુખ્ય મંત્રીને પણ અગાવ ફરિયાદ કરવામાં આવી હતી. છતાં આ માર્ગનું રીપેક્રિગ વર્ક કરવામાં આવ્યું નથી. ચોમાસામાં પ્રજાને મુશ્કેલીઓ વધી રહી છે. પેચ વર્ક કરવા માટે 5 કરોડ રૂપિયાતાત્કાલિક અસર થી મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ પેચ વર્ક કરવામાં આવ્યું નથી. અને ખર્ચી થી તવડી સુધીના માર્ગ પર રોડ બાજુમાં મેટલના ઢગલા કરી દેવામાં આવ્યા છે. પણ પેચ વર્ક હજી સુધી હાથ ધરવામાં આવ્યું નથી અને ઇજારદાર પોતાની મનમાનીપૂર્વક વર્તી રહ્યા છે.સંબધિત વિભાગ પણ વારંવાર રજુઆત કરવા છતાં પગલાં ના ભરાતા અંતે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે લેખિતમાં જિલ્લા કલેક્ટરને પત્ર લખી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને સત્વરે કામગીરી ચાલુ કરવા માંગ કરી હતી.
B B K NEWS
OWNER 
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.