મેઘ મહેર / અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, રાણીપ-કોતરપુરમાં 2 ઈંચ તો ગોતા-ઉસ્માન પુરામાં 1-1- ઈંચ વરસાદ

મેઘ મહેર / અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, રાણીપ-કોતરપુરમાં 2 ઈંચ તો ગોતા-ઉસ્માન પુરામાં 1-1- ઈંચ વરસાદ


અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ અને ગાંધીનગરમાંપણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર સુધી ભારે ઉકળાટ રહ્યાં બાદ 3 વાગ્યા આસપાસ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથેભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરીજનોને પણ બફારામાંથી રાહત મળી હતી.તેમજ અખબાર નગર અંન્ડરપાસમાં અઢી ફૂટ જેટલું પાણી ભરતા સુરક્ષા હેતુસર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદની વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આમ શહેરમાં આજે સરેરાશ એક ઈંચ અને સિઝનનો કુલ અઢી ઈંચ વરસાદનોંધાયો છે.
Advertisements 
રાણીપ અને કોતરપુરમાં બે ઈંચથી વધુ વરસાદ
શહેરમાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં રાણીપ અને કોતરપુરમાં બે ઈંચ, જ્યારે ગોતા, ઉસ્માનપુરા, ચાંદખેડા, બોડકદેવ, દુધેશ્વર, મેમ્કો અનેનરોડામાં સરેરાશ 1થી 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઓઢવ, વિરાટનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને મણિનગરમાં સામાન્ય ઝાપટાં પડ્યાં હતા.


ભારે વરસાદને પગલે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા
બોપલ-નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
શહેરના જુહાપુરા, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, બોપલ, વટવા, જશોદાનગર, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં મન મુકીને મેહુલો વરસ્યો હતો.

જગતપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો
B B K NEWS
#manishkansara
OWNER 
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.