કોરોના ભરૂચ Update / ભરૂચમાં વધુ એક પોઝિટિવ સાથે કુલ કેસનો આંક 55 થયો
કોરોના ભરૂચ Update / ભરૂચમાં વધુ એક પોઝિટિવ સાથે કુલ કેસનો આંક 55 થયો
ભરૂચ: ભરૂચમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધીને 55 ઉપર પહોંચી ગઇ છે અને મૃત્યુઆંક 4 થયો છે.
Advertisements
કોરોના પોઝિટિવ દર્દીને અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા
ભરૂચમાં આજે નોંધાયેલા વિનોદ ચીમનલાલ શાહ શહેરના આર.કે.હેબીટેડમાં રહે છે અને ભરૂચની DGVCLમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. છેલ્લા 2 થી 3 દિવસથી લક્ષણો જણાતા રવિવારે તેમનું સેમ્પલ લેવાયુ હતું. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓને અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગયા અઠવાડિયાએ તેમના પુત્રને લેવા અમદાવાદ ગયા હતા, જ્યાંથી તેઓ સંક્રમિત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.
B B K NEWS#manishkansara
OWNER
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment