વેગડવાવ રોડ પર બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ એક તબીબને ફટકારી નોટીસ

વેગડવાવ રોડ પર બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ એક તબીબને ફટકારી નોટીસ
Ⓜ️વેગડવાવ રોડ પર બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ એક તબીબને ફટકારી નોટીસ

હળવદ: હળવદ પંથકમાં ગામડાઓમાં તબીબોનો રાફડો ફાટયો છે ત્યારે વેગડવાવ રોડ પર  બિન અધિકૃત બાયો મેડિકલ વેસ્ટ કચરો ફેકી પશુ-પક્ષીઓ તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો અહેવાલ પ્રકાશિત થયા બાદ gpcb હરકતમાં આવી સ્થળ ચકાસણી કરી એક તબીબને કારણ દર્શક નોટિસ ફટકારી હતી તો સાથે સાથે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.
Advertisements 
  હળવદના વેગડવાવ રોડ પર બે દિવસ પહેલા ડોક્ટરની પ્રેક્ટિસ બાદ વધેલો કચરો જાહેર માર્ગ પર ફેકી પશુ-પક્ષીઓ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો જે અહેવાલના અનુસંધાને મોરબી જીપીસીબીના અધિકારી હળવદના વેગડવાવ સ્થળ ચકાસણી કરી હતી જેમાં ચકાસણી દરમિયાન જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે આ કોઈ તબીબનુ નિર્લજ્જ કામ છે ત્યારે હાલ અમે આની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરશું અને હાલ વેગડવાવના ખાનગી તબીબને કારણ દર્શક નોટીસ ફટકારી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હળવદના મોટાભાગના ગામડાઓમાં ખાનગી ડોક્ટરો પ્રેક્ટિસ કરી તગડી  કમાણી કરતાં હોય છે જ્યારે તબીબો પાસે બાયો મેડિકલ વેસ્ટ નિકાલ કરવા માટેનું લાયસન્સ હોતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ફેંકી પશુ-પક્ષીઓ તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે આવા તબીબો પર gpcb લાલ આંખ કરે તે જરૂરી બન્યું હતું ત્યારે આ કાર્યવાહીના પગલે તબીબો જાગશે કે કેમ?!  તે જોવાનું રહ્યું...
રિપોર્ટ: જગદીશભાઈ પરમાર
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.