સંભવિત વાવાઝોડુ, ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા સાબદું બનતું નર્મદા જિલ્લાનું વહિવટી તંત્ર

સંભવિત વાવાઝોડુ, ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા સાબદું બનતું નર્મદા જિલ્લાનું વહિવટી તંત્ર
Ⓜ️સંભવિત વાવાઝોડુ, ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા સાબદું બનતું નર્મદા જિલ્લાનું વહિવટી તંત્ર

 Ⓜ️જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે સાઇક્લોન અને જિલ્લા ચોમાસુ-૨૦૨૦ પ્રિ-મોન્સૂન અંતર્ગત બેઠક યોજાઇ
Advertisements 
રાજપીપળા: નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ આજે રાજપીપળા કલેકટરાલય ખાતે યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતાં નર્મદા જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુ  અને સાઇક્લોન દરમિયાન સંભવિત વાવાઝેાડુ, ભારે વરસાદ કે ઉભી થનારી પરિસ્થિતિ સામે અગમચેતીનાં પગલાંરૂપે રાખવાની થતી તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી સાથે રાહત બચાવની સઘન કામગીરી માટે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી જિલ્લા વહીવડીતંત્રને સાબદું કર્યુ છે.

  જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ ડિઝાસ્ટર સમયે ટીમવર્ક સાથેના પ્લાનીંગ ઉપરાંત રસ્તાઓ બંધ ન થાય, ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં વીજળી જાય તો સમયસર તેનું કામ પૂર્ણ કરવા અને સંભવિત પરિસ્થિતિ ઉભી થયેથી એડવાન્સમાં જિલ્લા-તાલુકાતંત્રની વ્યકિત/ટીમ જે તે સ્થળે પહોંચી જાય તો તેની સાથે જરૂર પડયે સ્થળાંતર સહિત જે તે પરિસ્થિતિનું સતત મોનીટરીંગ રાખવા અનુરોધ કર્યો હતો. વધુમાં  ડિઝાસ્ટર બાદ ખેતીના પાકો કે અન્ય નુકશાનની વિગતોનો સમયસર શકય તેટલો વહેલો સર્વે હાથ ધરવા તેમજ જે શહેરી વિસ્તાર કે ગામો નીચાણવાળા વિસ્તારમાં છે તેવા ગામોમાં પાણી આવે તો અનાજના ગોડાઉનની વ્યવસ્થા કરવા તેમજ લોકો માટેના આશ્રય સ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝેશનની સુવિધા ઉભી કરવાની સૂચના પણ આપી હતી. આરોગ્યની ટીમ દ્વારા  સમયસર ક્લોરીનેશન કરવાની તાકીદ કરી હતી.  ડિઝાસ્ટર સંદર્ભે કરાવાની થતી કાર્યવાહી અંગે વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું. 

આ બેઠકમાં જિલ્લાના ફોરેસ્ટ, અન્ન અને નાગરિક પુરવઠા, પંચાયત, સિંચાઇ, માર્ગ અને મકાન, ડી.જી.વી. સી.એલ, નગરપાલિકા, મત્સ્યોદ્યોગ, પોલીસ, કૃષિ-પશુપાલન, સ્વૈચ્છિક સંસ્થાઓ અને માધ્યમો દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતુ.

   બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા  નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, વન સંરક્ષક નિરજકુમાર,  જિલ્લા આયોજન અધિકારી ડી.એમ.મકવાણા,  નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી કે.ડી.ભગત, દિપક બારીયા, ડિઝાસ્ટર મામલતદાર અને D.P.O.  બંટીશ પરમાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. 

 તસવીર - રીપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.