જમ્મુ-કાશ્મીર / ગુપ્તચર એજન્સીએ એલર્ટ આપ્યું- પાકિસ્તાન સેના ઘૂસણખોરી કરાવવા LoC નજીક તાલિબાની આતંકવાદીને તાલીમ આપી રહી છે
જમ્મુ-કાશ્મીર / ગુપ્તચર એજન્સીએ એલર્ટ આપ્યું- પાકિસ્તાન સેના ઘૂસણખોરી કરાવવા LoC નજીક તાલિબાની આતંકવાદીને તાલીમ આપી રહી છે
પાકિસ્તાની સેના અને ISI ગુપ્તચર એજન્સી અલકાયદા જેવા આતંકવાદી સંગઠનોને સહયોગ કરે છે- ફાઈલ ફોટો
નવી દિલ્હી: પાકિસ્તાનીસેના હવે તાલિબાની આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલવા માટે તાલીમ આપી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા દળોને આ અંગે સાવચેત કર્યા છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે લાઈન ઓફ કન્ટ્રોલ (LoC)ની સામેની પાર પાકિસ્તાન સેના સાથે ચાર આતંકવાદી કેમ્પ કરી રહ્યા છે, તેમાંથી બે તાલીબાની છે. આતંકવાદીઓ નોશેરા સેક્ટરની સામે પાકિસ્તાની સેનાની 28 સિંધ બટાલિયનની જવાબદારી હેઠળ છે અને ઘૂસણખોરી કરવા યોજના ઘડી રહ્યા છે.
આ અગાઉ સુરક્ષા દળોએ ઘાટીમાં અભિયાન ચલાવી આતંકવાદીઓનો અંત કરી દીધો છે. તેને લીધે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના તાલિબાની આતંકવાદીઓ અને અન્ય આતંકવાદી સંગઠનોને મોટો ઝાટકો લાગ્યો છે.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના કેટલાક જીલ્લામાં તાલિબાનનું પ્રભૂત્વ વધ્યુ છે. તેને પગલે તાલિબાની આતંકવાદીની સંખ્યા વધી છે. પાકિસ્તાની સેનાના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (SSG)આ આતંકવાદીઓને કાશ્મીરમાં હુમલા કરવા માટે તાલીમ આપી રહ્યા છે.
અફઘાનિસ્તાનના નંગરહારમાં આશરે 20 તાલીબાની આતંકવાદી
ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં 20 તાલીબાની આતંકવાદી ગ્રુપને AASG કાશ્મીર મિશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તાલિબાની આતંકવાદીઓનું શરણ આપવા માટે જાણીતુ છે. તે અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનોને પણ મદદ પહોંચાડી રહ્યું છે. અલકાયદાએ જલાલાબાદમાં પાકિસ્તાન સેના અને ISI ગુપ્તચર સંસ્થાની મદદથી આતંકવાદી કેમ્પ તૈયાર કર્યા છે.

મોટુ જોખમ સુસાઈડ સ્ક્વોર્ડ
અધિકારીએ જણાવ્યું હતું કે મોટુ જોખમ તાલિબાની સુસાઈડ સ્ક્વોર્ડ (આત્મઘાતી દળ) છે. જેને પાકિસ્તાન કાશ્મીર માટે તૈયાર કરી રહ્યું છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પણ તેમા સંડોવાયેલ છે કારણ કે તેના સહયોગ વગર આ આતંકવાદીઓ બોર્ડર ક્રોસ કરી શકે તેમ નથી.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના 6000થી 6500 આતંકવાદી
સંયુક્ત રાષ્ટ્ર પરિષદની એનાલિટિકલ સપોર્ટ અને સેક્શન્સ મોનિટરિંગ ટીમના અહેવાલ પ્રમાણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબા એવા ગ્રુપ છે કે જે આ ક્ષેત્રમાં સુરક્ષા માટે જોખમ છે. આ સમૂહોનું કેન્દ્ર અફગાનિસ્તાનના પૂર્વ પ્રાંત કુનાર, નંગરહાર અને નૂરિસ્તાનમાં છે. તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું નૈતૃત્વ નૂર વલી મહસૂદ કરે છે. તેનો ડેપ્યુટી કારી અમજદ છે.
એવું માનવામાં આવે છે કે આ ગ્રુપમાં આશરે 500 અને નંગરહારમાં આશરે 180 આતંકવાદી છે. આ સપ્તાહ જારી એક અહેવાલમાં કહેવામાં આવ્યુ કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી સમૂહો સાથે લડી રહેલા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા 6000થી 65000 છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment