ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ; ખેતરોમાં પાણી ભરાયા

ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ; ખેતરોમાં પાણી ભરાયા
ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ; ખેતરોમાં પાણી ભરાયા

હળવદ પથંકના નવા દેવળીયા, માથક, સુદંરીભવાની, રણછોડગઢ સહીતના ગામોમાં વરસાદ વરસ્યો
Advertisements 
 હળવદ: પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના  અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર  સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હળવદ તાલુકાના ટીકર રણકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી,  ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. 
ટીકર ગામે સવારથી ધૂપ-છાંપની સ્થિતિ જોવા મળી હતી. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ  વાદળો ઘેરાયા બાદ પાણી વરસવાનું શરૂ થતા વરસાદના જોરને પગલે માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.હળવદ પંથકના અન્ય ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. 
 માણેકવાડ, રણછોડગઢ, માથક, સુદંરીભવાની, રાયધ્રા સહીતના ગામોમાં વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી,રણકાંઠા વિસ્તારમાં મેધરાજાની પધરામણીથી ગરમી ત્રસ્ત લોકોને ગરમીથી રાહત મળી હતી. 
રીપોર્ટ: મયુરભાઈ રાવલ, હળવદ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.