નર્મદા જિલ્લામાં આજે બીજે દિવસે પણ વધુ એક મહિલાનો પોઝિટિવ કેસ આવ્યો
નર્મદા જિલ્લામાં આજે બીજે દિવસે પણ વધુ એક મહિલાનો પોઝિટિવ કેસ આવ્યો
નર્મદા જિલ્લામાં આજે બીજે દિવસે પણ વધુ એક મહિલાનો પોઝિટિવ કેસ આવ્યો ગરુડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામની સુરતથી આવેલ 37વર્ષીય મહિલાનો પોઝિટિવ કેસ
રાજપીપળા કોવીદ હોસ્પિટલમાં દાખલ કરાઇ
ગઈ કાલે મોકલેલા 40 સેમ્પલમાંથી એક પોઝિટિવ આવ્યો
Advertisements
રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધુ એક મહિલાનો આજે પોઝિટિવ કેસ આવ્યો છે સુરતથી આવેલ ગરુડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામની મહિલા મીનાબેન જગદિશભાઈ પટેલનો પોઝિટિવ કેસ આવતા રાજપીપલા કોવીદ હોસ્પિટલમાં દાખલ કરાયા. રાજપીપળામાં ગઈકાલે એક યુવતી પોઝિટિવ કેસ સાજા થયા બાદ આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો.
એપેડેમિક ઓફિસર ડો .કશ્યપના જણાવ્યા અનુસાર ગરુડેશ્વર તાલુકાના અક્ટેશ્વરનો કેસ પોઝિટિવ આવ્યો છે, તેનો ગઈ કાલે સેમ્પલ મોકલેલો. જે આજે પોઝિટિવ આવતા તેને રાજપીપલા કોવીદ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે આમ નર્મદામાં આજની તારીખે કૂલ 7એક્ટિવ કેસ હોવાનું જણાવ્યુ છે. આજે 40 સેમ્પલ વડોદરા મોકલ્યા તેમાંથી એક પોઝિટિવ આવતા બાકીના 39 નેગેટિવ આવ્યા છે.
જિલ્લામાં આજદિન સુધી નોધાયેલા કુલ-25 પોઝિટિવ કેસો પૈકી સાજા થયેલા કુલ -૧૯ દરદીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કુલ- 7 દર્દીઓ સારવાર હેઠળ છે.
તસવીર રીપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment