વિરોધ / આદિવાસીઓની જમીનો ઉદ્યોગોને સોંપવાનો કારસો: છોટુ વસાવા

વિરોધ / આદિવાસીઓની જમીનો ઉદ્યોગોને સોંપવાનો કારસો: છોટુ વસાવા
ચંદેરિયા ખાતે બીટીપી દ્વારા ચીનના રાષ્ટ્રપતિના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા: ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા ગુરૂવારે ચંદેરીયા વાઈટ હાઉસમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ચીની સૈનિકોએ લદ્દાખના ગલવાનમાં ઘુસણખોરી કરી હતી. દેશની સેના દ્વારા તેમની સામે લશ્કરી કાર્યવાહી કરવામાં આવતા આપણા દેશના જવાનો શહીદ થયા છે. તેના વિરોધમાં રાષ્ટ્રપતિ શી જિંગપિંગના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. 
Advertisements 
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટા ભાગનું મટીરીયલ ચીનથી આયાત કરવામાં આવ્યું છે
ફાઇલ તસવીર 
 ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સરકારપર તીખા પ્રહારો કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબની જે પ્રતિમા સરકારે સીએસઆર ફંડમાંથી બનાવી છે. તેમાં વપરાયેલું મટીરીયલ ચીનથી આયાત કરવામાં આવ્યું હતું. તેનો કોન્ટ્રાક્ટ પણ ચીનની કંપનીની ભાગીદારીમાં કરવામાં આવ્યો છે. દેશભરમાં હાલમાં નાગરિકો દ્વારા ચીનથી આયાત થતી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ચીન વિરુદ્ધ દેશમાં દેખાવો થઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટા ભાગનું મટીરીયલ ચીનથી આયાત કરવામાં આવ્યું છે. સરકાર ખરેખર ચીનની વિરોધી હોય તો સરદાર સાહેબની પ્રતિમા હટાવી દેવી જોઈએ.

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર બે મોંઢાની વાતો કરે છે. સરકાર કહે છે ચીની સૈનિકો આપણી હદમાં ઘૂસ્યા નથી તો તેની સામે સવાલ એ પણ છે કે તો પછી આપણા દેશના સૈનિકો શહીદ કેવી રીતે થયા?!... ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ કહ્યું કેઆદિવાસીઓની જમીનો શ્રી સરકાર કરી ઉદ્યોગોને સોંપવાનો કારસા રચવામાં આવી રહયા છે. આ કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, જિ. પં. ભરૂચના ઉપપ્રમુખ અનિલ ભગત, નર્મદા જિલ્લા પંચાયત અને ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, સાગબારા અને ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
International Anti Drugs Day 
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.