રાજપારડીને વધુ કોરોનાગ્રસ્ત બનતુ અટકાવવા કડક પગલા ભરવા માંગ

રાજપારડીને વધુ કોરોનાગ્રસ્ત બનતુ અટકાવવા  કડક પગલા ભરવા માંગ

રાજપારડીને વધુ કોરોનાગ્રસ્ત બનતુ અટકાવવા કડક પગલા  ભરવા માંગ

સોસિયલ ડિસ્ટન્સનો તથા માસ્ક પહેરવાનો  નિયમ જળવાતો નહિં હોવાની બુમ
Advertisements 
રાજપારડી: ઝગઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ઉપરાછાપરી કોરોનાના બે પોઝિટિવ કેશ બહાર આવતા   પંથકમાં ચિંતા ફેલાવા પામી છે.

  રાજપારડી નગરમાં આસપાસના ગામોની જનતા જરુરી ખરીદી માટે આવતી હોયછે. નગરમાં કોરોનાનો પગપેસારો થતાં નગર સહિત પંથકના ગામોની જનતા ચિંતિત બની છે.કોરોનાના ડરે બહારથી આવતી જનતાની હાજરી નહિંવત બનીછે. જોકે જરુરી ખરીદી માટે નગરજનો અને બહારની જનતાએ સવારના સમયે રાજપારડીના બજારમાં આવવું પડતુ હોયછે. 

 જે લોકો બજારમાં ખરીદી કરવા આવે છે તે પૈકી ઘણા જલ્દી ઘેર પહોંચવાની ઉતાવળમાં સોસિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન નથી કરતા. શાકભાજી કરિયાણા વિ.જેવા ધંધાકીય સ્થળોએ આવતા મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વિના આવેછે. અને જલ્દી ઘેર પહોંચવાની ઉત‍વળમાં ટોળુ વળીને ઉભેલા દેખાય છે. આમાં સોસિયલ ડિસ્ટન્સના નિયમનો સરેઆમ ભંગ થાય છે. 

 આ વાત કોરોનાને ઝડપી ફેલાવવામાં મદદરૂપ બનતી હોવાનું જાણવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ દેખાય છે. 

  જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો ઝડપી ફેલાવો થઇ રહ્યો છે, તેમાં રાજપારડી નગરનો પણ સમાવેશ થયોછે. રાજપારડીમાં ઉપરાછાપરી બે કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતા નગરને હોટસ્પોટ બનતું અટકાવવા તંત્ર કડક પગલા ભરે એવી માંગ ઉઠવા પામી છે. નગરના બજારો અઠવાડિયા સુધી સ્વૈચ્છિક બંધ રાખીને કોરોનાને વધતો અટકાવાય એવી માંગ ઉઠવા પામી છે, ત્યારે નગરને કોરોનાગ્રસ્ત બનતું અટકાવવા તંત્ર તાકીદે કડક પગલા ભરે તે જરુરી છે. સળંગ અઠવાડિયા સુધી બજારો બંધ હોયતો કોરોના સંક્રમણને વધતુ અટકાવી શકાશે. આ બાબતે તંત્ર તાકીદે આગળ આવે તે જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ. ભરૂચ.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.