રાજનાથનો રશિયા પ્રવાસ / ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફ્રેંગ્હેને રાજનાથ નહીં મળે, ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે મળવાનો દાવો કર્યો હતો

રાજનાથનો રશિયા પ્રવાસ / ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફ્રેંગ્હેને રાજનાથ નહીં મળે, ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે મળવાનો દાવો કર્યો હતો

ભારતીય સેના માટે ફાઈટર જેટ અને ટેંન્કો માટે પાર્ટ્સના તાત્કાલિક સપ્લાઈને એજન્ડામાં લઈ રશિયા ગયેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ત્યાં ઉપસ્થિત તેમની સમકક્ષ ચીનના વેઇ ફેંગ્હેને મળશે નહીં. આ અગાઉ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો હતો કે ફેંગ્હે અને રાજનાથ વચ્ચે મોસ્કોમાં મુલાકાત થશે. પણ ભારતે મંગળવારે સાંજે સ્પષ્ટતા કરી છે કે બન્ને સંરક્ષણ પ્રધાન વચ્ચે કોઈ મુલાકાત નહીં થાય.ગ્લોબલ ટાઈમ્સે તેના અહેવાલમાં લખ્યું હતું કે વેઇ ફ્રેંગ્હે રશિયાની વિક્ટ્રી ડે પરેડમાં ભાગ લેશે અને આ પરેડ માટે ચીન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના 105 જવાન મોકલ્યા છે.
Advertisements 
મારી રશિયા યાત્રા દર્શાવે છે કે ભારત-રશિયા વચ્ચે સંબંધ કેટલા વિશેષ છેઃ રાજનાથ
રશિયાની વિક્ટ્રી ડે પરેડ બુધવારે યોજાશે. રાજનાથ સિંહ સોમવારે રશિયા પહોંચી ગયા છે. તેમણે મંગળવારે બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા રશિયાના સૈનિકને શ્રધ્ધાંજલિ આપી. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રાજનાથે મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસમાં ગાંધીજીની પ્રતિમા પર ફૂલ ચડાવ્યા હતા. આ સમયે સંરક્ષણ પ્રધાને ફેસ માસ્ક પહેર્યું હતું.
રાજનાથે કહ્યુ- મારી મોસ્કો યાત્રા કોવિડ-19 મહામારી બાદ કોઈ ભારતીય દળની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તે દર્શાવે છે કે ભારત અને રશિયાના સંબંધ કેટલા મહત્વના છે. અહીં મારી વાતચીત સકારાત્મક અને લાભદાયક રહી છે. મને વિશ્વાસ છે કે બન્ને દેશ વચ્ચે કોન્ટ્રેક્ટ ટૂંક સમયમાં પૂરો થશે. અમારા પ્રસ્તાવો પર રશિયાએ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
S-400 એન્ટી મિસાઈલ સિસ્ટમ ટૂંક સમયમાં ડિલિવરી પર ભાર
રાજનાથ સિંહ S-400 ટ્રાયમ્ફ એન્ટી મિસાઈલ સિસ્ટમની ડિલિવરીમાં ઝડપ લાવવા માટે રશિય સાથે વાતચીત કરી શકે છે. કોરોનાને પગલે રશિયા તરફથી S-400 ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી ડિસેમ્બર,2021 સુધી વિલંબ થશે.
B B K NEWS 
OWNER 
#manishkansara 
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.