દુર્ઘટના / દેનવા ગામે દરિયામાં ન્હાવા જતાં ચાંચવેલ ગામના બે યુવકો ડૂબ્યા
દુર્ઘટના / દેનવા ગામે દરિયામાં ન્હાવા જતાં ચાંચવેલ ગામના બે યુવકો ડૂબ્યા
ભરૂચ: વાગરાના ચાંચવેલ ગામે ત્રણ મિત્રો દરિયામાં આવેલી ભરતી નિહાળવા માટે આમોદના દેનવા ગામે દરિયા કિનારે ગયાં હતાં. તેઓ દરિયામાં ન્હાવા પડતાં અચાનક ભરતી આવતાં ત્રણ પૈકી 2 યુવાનો લાપતા બન્યાં હતાં.
Advertisements
વાગરમાં આવેલાં ચાંચવેલ ગામે રહેતાં મુસ્તકીન મહેબુબ યાકુબ પટેલ તેમજ તેમના મિત્રો સૈયદ અફઝલ અન્વર હૂસેન તેમજ અફઝલ ઇસ્માઇલ ખલીફા આજે રવિવારે બપોરના સમયે આમોદના દેનવા ગામે દરિયા કિનારે ભરતીના પાણી જોવા માટે ગયાં હતાં. દરમિયાનમાં તેમને ન્હાવાની ઇચ્છા થતાં તેઓએ દરિયા કિનારે પાણીમાં ન્હાવ ઉતરી ગયાં હતાં. અરસામાં અચાનક ભરતીના પાણી વધવા લગ્યાં હતાં. અને તેમાં ત્રણ મિત્રો પૈકી મુસ્તકિન પટેલ તેમજ અફઝલ સૈયદ પાણીમાં લાપતા બની ગયાં હતાં. જ્યારે અફઝલ ખલીફા યેનકેન પ્રકારે બહાર આવી ગયો હતો. બનાવની જાણ થતાં પાલિકાના લાશ્કરો તેમજ પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓએ લાપતા યુવાનોને શોધવાની કવાયત હાથ ધરી હતી. ઘટનાની વાત વાયુવેગે પ્રસરતાં ગામના લોકો તેમજ લાપતાં બનેલાં યુવાનોના પરિવારજનો તુરંત સ્થળ પર એકત્ર થઇ ગયાં હતાં.B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment