રાજપારડીમાં તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નિ પણ પોઝિટિવ

રાજપારડીમાં તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નિ પણ પોઝિટિવ
Ⓜ️રાજપારડીમાં તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નિ પણ પોઝિટિવ.

Ⓜ️ઉપરાછાપરી બે કોરોના પોઝિટિવ કેસોના પગલે નગરજનો ચિંતિત.
Advertisements 
રાજપારડી: ભરૂચના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ઉપરાછાપરી કોરોનાના બે પોઝિટિવ કેસ બહાર  આવતા પંથકમાં ચિંતા ફેલાવા પામી છે.ત્રણેક દિવસ પહેલા નગરમાં ખાનગી દવાખાનું ધરાવતા એક સ્થાનિક તબીબ ડો.સૈલેશ દોશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતું.બાદમાં તંત્ર દ્વારા તબીબના દવાખાના અને રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે સીલ કરી દેવાયો હતો.દરમિયાન આજે આ તબીબના પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતું.આ તબીબ વડોદરા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહ્યા હોઇ તેમના પત્નિને પણ વડોદરા સારવાર માટે લઇ જવાયા છે. 

  રાજપારડીના કોરોના પોઝિટિવ આવેલા આ તબીબ રાજપારડીનાજ રહીશ છે.આમ રાજપારડીના સ્થાનિક નાગરીક કોરોનાગ્રસ્ત થતાં નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા ફેલાવા પામીછે.આજે તાલુકા આરોગ્ય અધિકારી મહેતાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યુકે રાજપારડીમાં કોરોનાગ્રસ્ત પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા બહારથી અન્ય બીજા ત્રણેક  જેટલા તબીબોને પણ રાજપારડી બોલાવવ‍ામાં આવ્યા છે.રાજપારડીના આ તબીબનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ કુલ દસેક જેટલી વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.ર‍ાજપારડીના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી એવા  તબીબ રાજપારડીના સ્થાનિક નાગરીક છે.તબીબ હોવાને કારણે તેઓ અઠવાડિયા દરમિયાન કેટલા દર્દીઓના સંપર્કમાં આવ્યા હશે,તે વિષે જરુરી તપાસ માટે  હવે આરોગ્ય વિભાગે કવાયત કરવી પડશે.

 આજે આ તબીબના પત્નિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતું. અત્યાર સુધી કોરોનાની અસરથી મુક્ત રહેલા રાજપારડી નગરમાં કોરોનાનો પગપેસારો થતાં નગરજનો ચિંતિત બન્યાછે.નગરનો જે વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે, તે વિસ્તાર નગરનો મુખ્ય બજાર વિસ્તાર હોવા ઉપરાંત એક બેન્ક પણ આ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં હોવાથી બંધ કરવી પડી છે.જ્યારે   બહારના ગામોએથી  આવતા ઘણા  ગ્રામજનો કોરોનાના ડરથી રાજપારડી આવતા નથી.તેથી અન્ય બેન્કોમાં પણ ગ્રાહકોની જુજ હાજરી હોવાની વિગતો જાણવા મળી છે.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ નગરમાં  કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સહિત અન્ય સ્થળોએ જરુરી સર્વે કરવામાં આવી રહ્યુ છે.કોરોનાગ્રસ્ત તબીબ સ્થાનિક નાગરીક હોવાના કારણે તેઓ નજીકના સમયમાં ઘણા લોકોના સીધા સંપર્કમાં આવ્યા હોવાની દહેશત પણ રહેલી છે.ત્યારે આરોગ્ય વિભાગે જરૂરી સર્વેલન્સ  વધું ઝડપી બનાવવું જોઇએ અને જરુર લાગે તેવા લોકોના સેમ્પલો જલ્દીથી લેવા જોઇએ, એવી લાગણી જનતામાં દેખાઇ રહી છે.જિલ્લાનું મહત્વનું વેપારી મથક ગણાતું રાજપારડી નગર કોરોનાની લપેટમાં આવતા નગર સહિત આસપાસના ગામોમાં પણ કોરોનાનો ડર ફેલાવા પામ્યો છે.ત્યારે તંત્રએ વધુ અસરકારક પગલા લેવા તાકીદે કવાયત હાથ ધરવી પડશે.
રિપોર્ટ: ગુલામહુશેન ખત્રી, રાજપારડી, જિ.ભરૂચ.
B B K NEWS
OWNER 
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.