ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ - ડિઝલ -રાંઘણ ગેસના ભાવ વધારાના વિરોધમાં નર્મદા જીલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન.

ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ - ડિઝલ - રાંઘણ ગેસના ભાવ વધારાના વિરોધમાં નર્મદા જીલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
Ⓜ️ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ - ડિઝલ - રાંઘણ ગેસના ભાવ વધારાના વિરોધમાં નર્મદા જીલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. 

Ⓜ️પેટ્રોલ ડીઝલના મોંઘા કર્યા દામ, ભાજપનું  
રામ બોલો ભાઈ રામ જેવા સૂત્રો સાથે વિરોધ. 

Ⓜ️22 વર્ષથી  ભાજપા શાસનમાં પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહયો છે. 

Ⓜ️કોરોનાની મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે, ત્યારે આવા સમયે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સામાન્ય જનતા માટે અસહ્ય થઈ પડે છે.
Advertisements 
રાજપીપળા: ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ - ડિઝલ - રાંઘણ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહયો છે. જેનાથી  કોરોના મહામારીના સમયે જ પ્રજા પર મોંઘવારીના મારથી પ્રજા બેહાલ બની છે, ત્યારે આજે નર્મદા કોંગ્રેસ દ્વારા રાજપીપળા સફેદ ટાવર પાસે આંદોલન કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  જેમા પ્રદેશમંત્રી હરેશ વસાવા, જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળદ, મહિલા પ્રમુખ મનિષાબેન વસાવા, ઉપ પ્રમુખ જયંતી વસાવા ,  જતીન વસાવા,  કમલ ચૌહાણ સહિત તમામ કોંગ્રેસના સમિતિના હોદ્દેદારો,જિલ્લાના દરેક તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સભ્ય તાલુકા પંચાયત પ્રમુખ,સભ્ય નગરપાલિકાના સદસ્યો, નર્મદા જિલ્લાના વિવિધ સેલના ચેરમેનો તેમજ મહિલા કોંગ્રેસના હોદેદારો, લઘુમતિ સેલના ચેરમેન, યુવા કોંગ્રેસ ટીમ, એનએસયુઆઇ યુથ કૉગ્રેસ સેવાદળના કાર્યકરો, તમામ કોંગ્રેસના આગેવાનોને મોટી સંખ્યામાં હાજર રહી પ્લેકાર્ડ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવા જણાવ્યું છે. કે ભાજપની કેન્દ્ર સરકારના શાસનમાં અને રાજ્યમાં 22 વર્ષ કે ભાજપ શાસનમાં છે. પેટ્રોલ ડીઝલ રાંધણગેસ સહિત જીવન જરૂરિયાતની  ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીના બોઝ  હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ- ડીઝલના ભાવમાં સરકારનો રોજ સતત ભાવ વધારો કરી રહી છે. કોરોનાની મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે, ત્યારે આવા સમયે મોંઘવારીનો માર સામાન્ય જનતા માટે અસહ્ય થઈ પડી રહ્યો છે.  

જિલ્લા પ્રમુખ હરેન્દ વાળદે જણાવ્યુ હતુ કે આજે રાજપીપળા ખાતે સરકાર ના ભાવ વધારાના વિરોધમા કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા છે. અમે તાત્કાલિક ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરીએ છીએ. આજે કાર્યકરોએ જેમા રામ બોલો ભાઈ રામ, સત્તામાં ભાજપ મસ્ત જનતા ભાવ વધારામાં ત્રસ્ત, દુનિયામા સોન્ઘુ પેટ્રોલ, ભાજપ રાજમાં મોંઘુ પેટ્રોલ, જેવા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. 
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.