પડવાણીયા ગામે થયેલ મારામારી સંદર્ભે પોલીસમાં હાજર થયેલા ઇસમોના રિપોર્ટ કઢાવાતા એક પોઝિટિવ

પડવાણીયા ગામે થયેલ મારામારી સંદર્ભે પોલીસમાં હાજર થયેલા ઇસમોના રિપોર્ટ કઢાવાતા એક પોઝિટિવ
Ⓜ️ઝઘડીયાના પડવાણીયા ગામના ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ.

Ⓜ️પડવાણીયા ગામે થયેલ મારામારી સંદર્ભે પોલીસમાં હાજર થયેલા ઇસમોના રિપોર્ટ કઢાવાતા એક પોઝિટિવ.
Advertisements 
રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામની મારામારીના આરોપીને કોરોના પોઝિટિવ આવતા ઝઘડિયા તાલુકાની જનતામાં કોરોનાનો ડર વધી જવા પામ્યો છે.

  પ્રાપ્‍ત વિગતો મુજબ ગતરોજ નરેન્દ્ર જેઠાભાઇ વસાવા નામનો ઇસમ જે આરોપી તરીકે હતો તે ઝઘડિયા પોલીસ મથકમાં મારામારીની ઘટનામાં જામીન આપવા માટે આવ્યો હતો.જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.કોરોના ટેસ્ટ કરાયેલા નવ ઈસમોના કોરોના ટેસ્ટમાં નરેન્દ્ર જેઠાભાઇ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આને પગલે તાલુકાનું તંત્ર  હરકતમાં આવ્યું છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે ગત તા. ૧૩ જુનના રોજ ગામના બે જૂથ વચ્ચે જૂની અદાવતે ઝઘડો થયો હતો. જેમાં સામસામે થયેલી ફરિયાદમાં ૧૭ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. 

  પડવાણીયા ગામના ઝઘડાના આરોપીઓ પૈકી કેટલાક ઇસમો ગતરોજ ઝઘડિયા પોલીસ મથકે જામીનની કાર્યવાહી માટે હાજર થયા હતા. નિયમ મુજબ હાજર થયેલા નવ જેટલા ઈસમોના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જે પૈકી  નરેન્દ્ર જેઠાભાઈ વસાવા નામના આશરે ૬૫ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ હતું. બાદમાં આરોગ્ય વિભાગે  પોઝિટિવ આવેલા કોરોનાના દર્દીને અંકલેશ્વર ખાતેની સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  પડવાણીયા ગામે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  ભરુચ જિલ્લામાં ઉપરાછાપરી વધી રહેલા કોરોનાના કેસોથી જનતામાં ચિંતા ફેલાવા પામીછે. તેમાં ઝઘડીયા તાલુકો પણ કોરોનાની ઝપટમાં આવતા તાલુકાની જનતામાં ભય ફેલાયો છે. 

  હાલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે ઇસમનું નામ  મારામારીના કેસમાં હોવાથી તે પોલીસ ઉપરાંત અન્ય કોના કોના સંપર્કમાં આવ્યો હશે તેની તપાસ કરવી હવે જરુરી બની છે, ત્યારે તંત્ર હવે તેના સંપર્કમાં આવેલ કેટલાને ક્વોરેન્ટાઇન કરેછે તે વાત અત્યારે તાલુકામાં ચર્ચાતી જોવા મળી રહી છે.
રિપોર્ટ: ગુલામહુશેન ખત્રી, રાજપારડી, જિ.ભરૂચ.
B B K NEWS
OWNER 
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.