કાવતરાંની શંકા / પાકિસ્તાનમાં ભારતીય એમ્બેસીના બે ઓફિસર્સ ગુમ, થોડા દિવસ પહેલાં દિલ્હીમાં પાકિસ્તાન એમ્બેસીના બે ઓફિસર્સ જાસુસીમાં પકડાયા હતા

નવીદિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં આવેલી ભારતીય એમ્બેસીના બે ઓફિસર્સ ગુમ છે. સોમવારે ન્યૂઝ એજન્સીએ આ માહિતી વિદેશ મંત્રાલયના સૂત્રો દ્વારા આપી છે. જણાવવામાં આવ્યું છે કે, આ બંને ઓફિસર્સ સવારે 8.30 વાગ્યાથી ગુમ છે. આ વિશે વધારે માહિતી આપવામાં આવી નથી.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય એમ્બેસી અને વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આ બે ઓફિસર્સ વિશે તુરંત તપાસ કરવા કહ્યું છે. થોડા દિવસ પહેલાં દિલ્હીમાં પાકિસ્તાની એમ્બેસીના બે ઓફિસર્સને જાસુસીના આરોપમાં પુરાવા સાથે પકડવામાં આવ્યા હતા. આ બંનેને 24 કલાકમાં જ પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યા હતા.

Advertisements
પાકિસ્તાની જાસુસની ધરપકડ થઈ હતી
દિલ્હી પોલીસે 1 જૂને પાકિસ્તાની એમ્બેસીના બે ઓફિસર્સની જાસુસી કરતી વખતે જ ધરપકડ કરી હતી. આ લોકો એક વ્યક્તિને પૈસાની લાલચ આપીને સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો માંગી રહ્યા હતા. બંને જાસુસ એમ્બેસીમાં વિઝા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. પકડાયા ત્યારે તેમણે પોતાને ભારતીય નાગરિક સાબીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની પાસે નકલી આધાર કાર્ડ, ભારતીય કરન્સી અને આઈફોન મળ્યા હતા. ભારતે આ બંને ઓફિસર્સને 24 કલાકની અંદર જ દેશ છોડવા કહ્યું હતું. તેમણે તે દરમિયાન ભારત છોડી દીધું હતું.

B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment