બેદરકારી / ચાંચવેલ ગામે વીજ બીલ આપવા જતાં કર્મીને ઘેર્યો, સરકારની વીજ માફી યોજનાના ધજાગરા
બેદરકારી / ચાંચવેલ ગામે વીજ બીલ આપવા જતાં કર્મીને ઘેર્યો, સરકારની વીજ માફી યોજનાના ધજાગરા
વીજ બિલ આપવા આવનાર કર્મચારી
ભરૂચ: કોરોનાની મહામારીમાં રાજય સરકારે વિવિધ પેકેજની જાહેરાત કરી છે. જેમાં 200 યુનિટનો વીજવપરાશ ધરાવતાં વીજ ગ્રાહકોને 100 યુનિટની રકમમાંથી માફી આપવાની યોજનાનો પણ સમાવેશ થાય છે. દરમિયાન ગુરૂવારે વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં વીજબીલ આપવા ગયેલાં કર્મચારીને માફી યોજના બાબતે સ્થાનિક રહીશોએ ઘેરાવો કરી લીધો હતો. કર્મચારીએ હાલ તેમને વીજ બીલમાં માફી અંગે કોઈ પરિપત્ર નહિ મળ્યો હોવાની કબુલાત કરી હતી.
Advertisements
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ ખાતેના સુપ્રીટેન્ડીંગ એન્જીનીયર એચ.આર.શાહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઈપણ યોજનાની જાહેરાત કરવામાં આવે ત્યારે વડી કચેરીએથી પરિપત્ર અમને આવતો હોય છે. હાલ રાબેતા મુજબ બિલ બનાવવામાં આવી રહયાં છે. બિલ જયારે કોમ્પ્યુટર સીસ્ટમમાં આવશે ત્યારે ગ્રાહકોને યુનિટ માફી યોજનાનો લાભ આપમેળે મળી જશે.
અત્રે એ પણ ખાસ નોંધાવું રહ્યું કે વીજ મીટરમાં યુનિટ ચેક કરી વીજ બિલ આપવા આવનાર કર્મચારી ફક્ત દેખાડો કરવા માસ્ક પહેરીને આવેલા હોય તેવું લાગી રહ્યું છે... તો વિચારવું... કે શું તેઓ સરકારી કર્મચારી હોવા છતાં પણ સરકારી ગાઇડલાઇન નો અમલ કરે છે ખરા ?!....
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment