રિસોર્ટ પોલિટિક્સ / સૌરાષ્ટ્ર કોંગ્રેસના 18 ધારાસભ્યો રાજકોટથી ગઢડા રવાના, ગઢડા પહોંચે તે પહેલા ફાર્મહાઉસ પર પોલીસ કાફલો પહોંચ્યો

રિસોર્ટ પોલિટિક્સ / સૌરાષ્ટ્ર કોંગ્રેસના 18 ધારાસભ્યો રાજકોટથી ગઢડા રવાના, ગઢડા પહોંચે તે પહેલા ફાર્મહાઉસ પર પોલીસ કાફલો પહોંચ્યો

કોંગ્રેસનાં ધારાસભ્યો ગઢડા જવા રવાના થયા 
રાજકોટ: કોંગ્રસમાં એક પછી એક ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ શરૂ કર્યું છે. ગત શનિવારે સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને રાજકોટના નીલસિટી ક્લબ ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ધારાસભ્યો હાજર રહ્યાન હતાં. ત્યારે આજે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને ધારી લઈ જવામાં આવી રહ્યાં છે. ધારી પહેલા તમામ ધારાસભ્યો ગઢડા જવા રવાના થયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા પહોંચે તે પહેલા ફાર્મહાઉસ પર પોલીસ કાફલો પહોંચી ગયો છે. ગઢડા પોલીસ, LCB અને SOG સહિતનો કાફલો ફાર્મ હાઉસ પહોંચી ગયો છે. ટૂંક સમયમાં SP હર્ષદ મહેતા પણ ગઢડા પહોંચે તેવી શક્યતા છે.
Advertisements 
ગઢડામાં ધારાસભ્યો વિરોધ કરશે
ગઢડાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તેનો વિરોધ કરવાના છે.આ સાથે જ કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ રાજકોટથી ગઢડા ગયા છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુંમરે આક્ષેપ કરતા કહ્યું કે પંજાનો દ્રોહ કરીને જે લોકો ધારાસભ્યો બન્યા પછી પોતાના સ્વાર્થ માટે ચૂંટણી વખતે તેઓ રાજીનામા આપી રહ્યાં છે ત્યારે આવા લોકો પ્રત્યે લોકોને જાગૃત કરવા એ અમારી ફરજ છે. જેથી લોકોને જાગૃત કરવા અમે આ પ્રયાસ કરી રહ્યાં છીએ. ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે. મહત્વનું છે કે પહેલા આ ધારાભ્યોને રાજસ્થાન લઈ જવાના હતા. પરંતુ હવે આ ધારાસભ્યોને પરેશ ધાનાણીના હોમટાઉન અમરેલી ખાતે લાવવામાં આવી રહ્યાં છે. આ ધારાસભ્યો ધારીના ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવી શકે છે. તો કોંગ્રેસના ધારાસભ્યો ગઢડામાં વિરોધ કરશે.




કોંગ્રેસના ધારાસભ્યો ગઢડામાં લોકોનો અભિપ્રાય લેશે
ગઢડાના ધારાસભ્યના રાજીનામા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા જઈને લોકોનો અભિપ્રાય લેશે. આ સાથે જ રાજીનામુ આપનાર ધારાસભ્યનો વિરોધ કરે તેવી પણ સંભાવના છે.




આ ધારાસભ્યો રાજકોટથી ગઢડા ગયા
1.પરેશ ધાનાણી
2.લલિત વસોયા
3.લલિત કગથરા
4.વિક્રમ માડમ
5.ભગાભાઈ બારડ
6.હર્ષદ રિબડિયા
7.ભીખાભાઈ જોશી
8.ચિરાગ કાલરિયા
9.પ્રવીણ મુછડીયા
10.વિમલ ચુડાસમા
11. બાબુભાઈ વાંઝા
12.પુંજાભાઈ વંશ
13.જાવેદ પીરઝાદા
14.પ્રતાપ દુધાત
15. વીરજી ઠુમ્મર
16 કનુભાઈ બારૈયા.
17.મોહન વાળા
18 સંતોકબેન આરેઠીયા ના પતિ.
સૌરાષ્ટ્રનાં 3 જેટલા ધારાસભ્યો રિસોર્ટમાં હાજર રહ્યાં ન હતા
કોંગ્રસમાં એક પછી એક ધારાસભ્યોનાં રાજીનામા બાદ કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ શરૂ કર્યું છે. શનિવારે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટના નીલસીટી ક્લબ ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ધારાસભ્યો હાજર ન રહેતા આજ સાંજ સુધીમાં તમામ ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાની સંભાવના હતી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના 3 જેટલા ધારાસભ્યો હાજર રહ્યાં ન હતાં. અમરીશ ડેર, પુંજા વંશ અને વિક્રમ માડમ શનિવારે બેઠકમાં હાજરી આપીને જતા રહ્યાં હતાં. આ સાથે જ અમરીશ ડેરને તો ઓફર પણ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
ધારાસભ્યના ખરીદ વેચાણ મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો
જિલ્લા પંચાયત ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ધારાસભ્યના ખરીદ વેચાણ મુદ્દે પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ શિક્ષણમાં ફી મુદે રોડ પર બેનરો દર્શાવી વિરોધ નોંધાવ્યો છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.