રાહત / 15 દિવસમાં દોઢ લાખ પરપ્રાંતીય શ્રમિકો મહારાષ્ટ્રમાં પાછા આવ્યા, અર્થચક્રને ગતિ આપતાં એક સારા સમાચાર

રાહત / 15 દિવસમાં દોઢ લાખ પરપ્રાંતીય શ્રમિકો મહારાષ્ટ્રમાં પાછા આવ્યા, અર્થચક્રને ગતિ આપતાં એક સારા સમાચાર


મુંબઈ: રાજ્યના મંદ પડેલા અર્થચક્રને ગતિ આપતાં એક સારા સમાચાર છે. પરપ્રાંતીય શ્રમિકો રાજ્યમાં મોટી સંખ્યામા પાછા ફરી રહ્યા છે. છેલ્લા પંદર દિવસમાં દોઢેક લાખ શ્રમિકો પાછા ફર્યા છે. લોકડાઉન લાગુ થયા પછી પરપ્રાંતીય શ્રમિકો મોટા પ્રમાણમાં પોતપોતાનાં રાજ્યમાં પાછા ગયા. ૮૪૪ ટ્રેન દ્વારા ૧૨ લાખ ૫ હજાર શ્રમિકો પોતાના ઘરે પાછા ગયા.
Advertisements 
  મુંબઈ, થાણે, પુણે, નાસિક સહિત રાજ્યમાં ઉદ્યોગો ફરીથી શરૂ કરવા હોય તો શ્રમિકોની અછત વર્તાવાની હતી. શરૂઆતમાં ખૂબ ઓછા પરપ્રાંતીય શ્રમિકો પાછા રાજ્યમાં આવ્યા હતા. પણ છેલ્લા થોડા દિવસોથી નોંધનીય વધારો થઈ રહ્યો છે. મુંબઈ, થાણે અને પાલઘર ખાતે ૨૭૯ ટ્રેન દ્વારા ૧ લાખ શ્રમિકો પાછા આવ્યા છે. બુલડાણા, નંદુરબાર, ગોંદિયા, રાયગડ, સતારા, સોલાપુર, નાગપુર, પુણે શહેરોમાં લગભગ ૪ હજાર શ્રમિકો દરરોજ પાછા આવી રહ્યા છે. છેલ્લા ૧૩ દિવસમાં લગભગ ૫૦ હજાર શ્રમિકો પાછા આવ્યા છે.રાજ્યમાંથી ૪૪૪ ટ્રેનમાંથી ૬ લાખ ૪૯ હજાર શ્રમિકો ઉત્તરપ્રદેશમાં, ૧૧૨ ટ્રેન દ્વારા ૨.૮૦ લાખ શ્રમિકો બિહાર ગયા હતા. એકલા મુંબઈ અને ઉપનગરોમાંથી ૬ લાખ ૫૨ હજાર, પુણેમાંથી ૧ લાખ ૨૩ હજાર, થાણેમાંથી ૧ લાખ, રાયગડમાંથી ૫૭ હજાર, કોલ્હાપુરમાંથી ૪૪ હજાર અને પાલઘરમાંથી ૭૬ હજાર શ્રમિકો પાછા ગયા હતા. હવે જોકે તેમને મહારાષ્ટ્રમાં પાછા ફરવાનો રસ જાગ્યો છે.

સ્ટેશન પર થર્મલ ચેકિંગ: આ સંબંધી જવાબદારી સંભાળનારા સામાજિક ન્યાય વિભાગના સચિવ પરાગ જૈન નાનોટિયાએ જણાવ્યું કે પાછા આવેલામાંથી ૯૫ ટકા શ્રમિકો છે. સ્ટેશન પર જ તેમનું થર્મલ ચેકિગ/ સ્કેનિંગ કરવામાં આવે છે. દરેકના હાથ પર ક્વોરન્ટાઈનનો સિક્કો લગાડવામાં આવે છે. કોઈ લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં દાખલ કરવાની, તપાસણીની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. શ્રમિકોની જરૂરિયાતવાળા અનેક ઉદ્યોગો તેમને પાછા આવવામાં સહકાર્ય કરી રહ્યા છે.
શ્રમિકોને મુંબઈમાં કોરોનાનો ડર
પોતાના રાજ્યમાં ઘરે પાછા જનારા શ્રમિકો મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં પાછા આવી રહ્યા છે પણ તેમને મુંબઈમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણનો ડર છે. તેથી મુંબઈ પાછા આવનારા શ્રમિકોની સંખ્યા અન્ય શહેરોની સરખામણીએ ખૂબ ઓછી છે. અનેકને ફરીથી કામ પર જોડાવું છે પણ મુંબઈમાં વધી રહેલા દર્દીઓની સંખ્યા જોતા પાછા આવવાની તેમની હિંમત થતી નથી. મુંબઈ પાછા આવવાનો વિરોધ તેમના કુટુંબીઓ કરી રહ્યા હોવાથી થોડા દિવસ પછી મુંબઈ આવવાનું તેમણે નક્કી કર્યું છે. પણ અનેકને નોકરીની જરૂર હોવાથી થોડા દિવસોમાં તેઓ પાછા આવશે એવી આશા ડેવલપરો અને કોન્ટ્રેકટરો વ્યક્ત કરી રહ્યા છે.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.