શ્રી મારુતીકુરીયર સર્વિસ પ્રા. લિમિટેડના ચેરમેન શ્રી રામભાઇ મોકરીયાનો ૬૪મો જન્મદિવસ

શ્રી મારુતીકુરીયર સર્વિસ પ્રા. લિમિટેડના ચેરમેન શ્રી રામભાઇ મોકરીયાનો ૬૪મો જન્મદિવસ

શ્રી મારુતીકુરીયર સર્વિસ પ્રા. લિમિટેડના ચેરમેન શ્રી રામભાઇ મોકરીયાનો ૬૪મો જન્મદિવસ
Advertisements 
મૂળ પોરબંદરના વતની અને શ્રી મારૂતી કુરીયર સર્વિસના માધ્યમથી સમગ્ર ગુજરાતને કર્મભૂમિ બનાવનાર;  સ્વબળે આગળ આવનાર ;અને આશરે ૧૦;૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપનાર  શ્રી મારૂતી કુરીયર સર્વિસના ચેરમેન શ્રી રામભાઈ મોકરીયાનો ૬૪મો જન્મદિવસ છે.

 સમગ્ર ગુજરાતમાં અનેક સામાજિક; શૈક્ષણિક; ધાર્મિક; સેવાકીય સંસ્થાઓ સાથે તન;મન;અને ધનથી સંકળાયેલા એવા શ્રી રામભાઈ મોકરીયાએ પોરબંદરની માધવાની કોલેજમાં અભ્યાસની સાથે સાથે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં સામેલ થઈ જાહેર જીવનની શરૂઆત કરેલ. અને સાથે સાથે આર્થિક ઉપાર્જન માટે શ્રી મારુતી કુરીયર સર્વિસની સ્થાપના કરેલ.

આજે શ્રી મારૂતી કુરીયર સમગ્ર ગુજરાતમાં મોટાભાગના તાલુકા મથક ઉપર અને સમગ્ર ભારતના ૨૭ રાજ્યોમાં મારુતી કુરીયરની સેવાઓ તેની ૨૩૦૦ શાખાઓ અને ૧૦;૦૦૦ કર્મચારીઓના માધ્યમથી કાર્યરત છે.

શ્રી મોકરીયા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS)અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) માં સામેલ થઈ જાહેર ક્ષેત્રમાં કાર્ય કરવાની ધગશ હોવાના કારણે પોરબંદર નાગરપાલિકામાં ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ૧૯૮૯ માં ચૂંટાયા હતા.

શ્રી મોકરીયા  ગુજરાત ભાજપના સક્રીય અગ્રણી તરીકે અનેક જવાબદારીઓ સંભાળી ચુક્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકે જવાબદારી નીભાવી ચુક્યા છે.

શ્રી મોકરીયા પોરબંદર વિસ્તારમાં પોતાના અબોટી બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન;સમૂહ યજ્ઞોપવીત; તેજસ્વી વિધાર્થીઓ સત્કાર સમારંભ સહિત અનેક પ્રકારના પ્રકલ્પોમાં તન;મન;ધનથી યથાયોગ્ય યોગદાન આપતા રહે છે. તેમજ સમગ્ર ગુજરાતમાં વ્યાપક સંપર્કના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ સમસ્ત બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં તન;મનઅને ધનથી  સહયોગ આપે છે.

તાજેતરમાં કોરોનાની મહામારીમાં શ્રી મોકરિયાએ PMCARE FUND માં રૂપિયા એક કરોડ અને આઠ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા દશ લાખ આઠ હજાર આપવાની સાથે સાથે કોરોનાની મહામારીમાં મારૂતી કુરીયરએ મેડીકલ સ્ટોરની દવાઓ ગ્રાહકોને ઘર સુધી નિઃશુલ્ક પહોંચાડવાનું કાર્ય નિષ્ઠા પૂર્વક કરેલ હતું અને સામાજીક અને સેવાકીય સંસ્થાઓને અનાજની કીટ અને રાહત રસોડામાં આર્થિક યોગદાન આપેલ  છે.

 શ્રી મોકરીયા ના  ૬૪માં જન્મદિન નિમિતે સમગ્ર ગુજરાતમાંથી તેમના બહોળા ચાહક વર્ગ તેમને તેમના( M) 97374  99918 ઉપર શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
B B K NEWS  પરિવાર તેઓને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.  
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.