આદેશ / હવે રાતના 9થી સવારના 5 વાગ્યા દરમિયાન ટ્રેન,બસ-ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા વ્યક્તિને રોકાશે નહીં
આદેશ / હવે રાતના 9થી સવારના 5 વાગ્યા દરમિયાન ટ્રેન,બસ-ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા વ્યક્તિને રોકાશે નહીં
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રાલયના 30-5-2020ના આદેશથી કેન્દ્રીય ગૃહ સચિવે 12 જૂને અનલોક-1 અંગે માર્ગ દર્શિકા જાહેર કરી હતી. જે અનુસાર રાતના 9થી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિગત અવરજવર પર પ્રતિબંધ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું કે વાહનો અને વ્યક્તિઓને અટકાવવામાંઆવે છે.જેને પગલેરાજ્યના ગૃહ વિભાગે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગુડ્ઝ ટ્રકો, વાહનો કે પેસેન્જરની અવરજવર કરતીબસોને તેમજ બસ,ફ્લાઈટ કે ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને ન રોકવા આદેશ આપ્યો છે. તેમજ આ બાબતે જરૂરી કાર્યવાહી અને સૂચના આપવા વિનંતિ કરી છે.

આ પહેલા 12 જૂનના કેન્દ્રીય ગૃહ સચિવના પત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિઓની અવરજવરપર પ્રતિબંધ મુકવાનો હેતુ મોટા પ્રમાણમાં લોકો એકઠા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય તે છે. આ પ્રતિબંધ માલ વાહક વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસો તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને લાગુ પડતી નથી.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments
Post a Comment