આખરે માનનીય ખાંડ નિયામક શ્રી દ્વારા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિને ત્રણ વર્ષ પુરાવા સાથે માંગણી સામે કલમ 86 હેઠળ તપાસનો હુકમ

આખરે માનનીય ખાંડ નિયામક શ્રી દ્વારા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિને ત્રણ વર્ષ પુરાવા સાથે માંગણી સામે કલમ 86 હેઠળ તપાસનો હુકમ

આખરે માનનીય ખાંડ નિયામક શ્રી દ્વારા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિને ત્રણ વર્ષ પુરાવા સાથે માંગણી સામે કલમ 86 હેઠળ તપાસનો હુકમ
વાલિયા: વાલીયા તાલુકામા આવેલ ભરૂચ અને સુરત જીલ્લાના આઠ તાલુકાના ખેડૂતોની આજીવીકા કામધેનુ સમાન ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડમાંના છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ સુગર બચાવ સંઘર્ષના પુરાવા સાથે અરજીઓ થતા વહીવટ કર્તાની મનમાની કરી ભ્રષ્ટાચાર  સામે ખેડૂતોને ન ભરપાઈ થઈ શકે તેવુ નુક્સાન સામે ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાંડ નિયામક શ્રી દ્વારા હિયરીંગ થતા કલમ 86 હેઠળ તાપી જીલ્લાના રજીસ્ટ્રાર શ્રી ને દિન તીસમાં ઉડાણ ભરી તપાસ કરી રીપોર્ટ કરવાનો હુકમ થતા ખેડૂતોને સાચો ન્યાય મળવાની આશા સાથે આનંદની લાગણી ફેલાઈ છે.
Advertisements 
  ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળી લીમીટેડ, વટારીયા તા. વાલીયા જિ. ભરૂચમાં વહીવટ કર્તાઓની સંસ્થાના વહીવટ બાબતે છેલ્લા ધણા સમયથી ખેડૂત સભાસદોને ભાવ બાબતે તથા ભ્રષ્ટાચાર બાબતે અલગ અલગ ચોવીસ મુદ્દાઓ આધારીત અરજી અને રજુઆતને અંતે ગાંધીનગર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી  ખાંડ નિયામક શ્રી દ્વારા વિવિધ મુદ્દાઓ બાબતે હિયરીંગ થતા અંતે તારીખ 1/6/2020 ના રોજ છેલ્લું હિયરીંગ ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના સભ્યો તથા ગણેશ સુગરના મેનેજીંગ ડિરેકટરની હાજરીમાં ખાંડ નિયામક શ્રી દ્વારા ચાલી જતા તા 11/6/2020ના રોજ તથ્ય ના આધારે ઉંડાણ પુર્વક ની કલમ 86 હેઠળ ચોક્સી અધીકારી નીમી  તપાસ કરી દિન તીસમાં રીપોર્ટ કરવાનો હુકમ તાપી જીલ્લાના રજીસ્ટ્રાર શ્રી ને નિમણુક કરવામાં આવી. 

  જેમા 2014થી લઈને આજસુધીની તપાસ કરવામાં આવશે જે બાબતે સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા વારંવાર  સોશીયલ  મીડિયામાં ખેડૂત સભાસદોને જાગૃત કરવા સાથે ખાંડ નિયામક શ્રી તથા સહકારના મંત્રી શ્રી  મુખ્યમંત્રી શ્રી  સહકાર સચીવ શ્રી તથા વડાપ્રધાન શ્રી તથા   કેન્દ્ર સરકારના લાગતા વળગતા મંત્રી શ્રી ઓ અને આદિજાત તથા વન અને પર્યાવરણ મંત્રી શ્રી નુ પણ અલગ અલગ 24 મુદ્દાઓ પર ધ્યાન દોરવા આવેલ છે સરકાર તથા ખાંડ નિયામક શ્રી ખેડૂત સભાસદો તથા સંસ્થાને નૂકસાન થતુ અટકાવશે એવી ખેડૂતોમાં  આશાનું કિરણ દેખાય રહ્યું છે.
રીપોર્ટ: દિલીપસિહ મહિડા
B B K NEWS
#manishkansara
OWNER
મનીષ  કંસારા 
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.