કોરોના સુરત LIVE / નવા 86 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2098 પર પહોંચ્યો, વધુ બેના મોત અને 35 દર્દી ડિસ્ચાર્જ થયા

ફાઇલ તસ્વીર
સુરત: મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, કોરોનાના નવા 86 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2098 થઈ ગઈ છે. વધુ બેના મોત સાથે મૃત્યુઆંક 80 પર પહોંચી ગયો છે. શહેરમાંથી 35 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જેથી રિકવરી આંક 1341 પર પહોંચી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી 166 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 5 વેન્ટીલેટર પર, 24 બાઈપેપ પર અને 137 દર્દીઓ ઓક્સિજન પર છે.
Advertisements
આઠ ઝોનમાં વધુ કેસ નોંધાયા
સુરત શહેરમાં 79 કેસ અને જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ કતારગામ ઝોનમાં 21 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 9, વરાછા-એ ઝોનમાં 3, વરાછા-બી ઝોનમાં 2, રાંદેર ઝોનમાં 13, લિંબાયત ઝોનમાં 12, ઉધના ઝોનમાં 13 અને અઠવા ઝોનમાં 6 કેસ નોંધાયા છે.

મોચી, હોસ્પિટલનો પટાવાળો તથા આંગડીયા, સફાઇકામદાર અને કન્ડક્ટર ચેપગ્રસ્ત
આંગડીયા પેઢીના કામકાજ સાથે સંકળાયેલા અને કતારગામ હરીદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કિરીટભાઇ પટેલ (45), વેડરોડ ખાતે મોચીનું કામ કરતા સોનુ જામરે (52), કતારગામમાં નાસ્તાની દુકાન ચલાવતા મહેશ્વર ભૂયાન (43), બમરોલી વોર્ડ ઓફીસના સફાઇ કામદાર તનાની યશવંત નાગરે (32) યુનિકેર હોસ્પિટલનો પટાવાળા રવિ કિરીટ મહેતા (28) તથા ખાનગી બસના કન્ડક્ટર બાબાભાઈ પટેલ (63)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હેડ કોન્સ્ટેબલ, બે એકાઉન્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર સંક્રમીત થયા
પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા પ્રવિણચંદ્ર રાણા(61), એકાઉન્ટન્ટ કમલેશ રાદડિયા, કોમ્પ્યુટર ઓપરેટર વિનોદ સપકાલ અને તેમના પત્ની ચેપગ્રસ્ત થયા છે. સલાબતપુરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ અને વેડરોડ ત્રિલોક સોસાયટીમાં રહેતા મહેન્દ્ર સુભાષભાઇ મોરે (40)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સેન્ટ્રલ મોલ રિટેલ શોપના પિતા-પુત્ર, કોલેજના પ્રોફેસરનો રિપોર્ટ પોઝિટિવ
ડુમસ રોડ પર આવેલા સેન્ટ્રલ મોલમાં રિટેલ શોપમાં કામ કરતા અરુણ લલ્લન ચોબે (44) અને સુરજ અરુણ ચોબે (ઉ.વ.25)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વરાછા હીરાબાગ જય ગંગેશ્વર સોસાયટી ખાતે રહેતા અને ધારૂકાવાળા કોલેજના પ્રોફેસર મનોજ હિમ્મતભાઇ રાદડિયા (25)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલના બે તબીબ નર્સ પણ સંક્રમીત
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ન્યુ પી જી હોસ્ટેલ ખાતે રહેતી ડો. નિવેદિતા જગદીશ વડોદરિયા(29) એનેસ્થેસિયા વિભાગની તબીબ છે. તેવી જ રીતે મેડિસિન વિભાગની બીજા વર્ષની રેસિડન્ટ ડોક્ટર, સિવિલ હોસ્પિટલના નર્સ અને સગરામપુરા પાંજરાશેરી પ્રિયંકા દર્શની એપાર્ટમેન્ટ ખાતે રહેતા ગ્રેસ જોબ(56)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ
B B K NEWS#manishkansara
OWNER
Manish Kansara
6352918965
🌳🌾🌱🌲🌴🦋🐛🐠🦈🐦🌻🌞

Comments
Post a Comment