રેસ્ક્યૂ / 70 ફૂટ ઊંડા કૂવામાંથી મગરને કાઢવા 100 કલાકની જહેમત
રેસ્ક્યૂ / 70 ફૂટ ઊંડા કૂવામાંથી મગરને કાઢવા 100 કલાકની જહેમત
સ્થાનિકોએ રેસ્ક્યૂઅર હેમંત વાઢવાણાની ટીમનો સંપર્ક કર્યો
Ⓜ️મગર સુધી પહોંચવામાં સફળતા
વડોદરા: શહેર નજીક આવેલા વાઘોડિયામાં 70 ફૂટ ઊંડા કૂવામાં આવી ચઢેલા મગરને રેસ્ક્યૂ કરવા માટે છેલ્લા પાંચ દિવસથી વડોદરા એનિમલ રેસ્ક્યૂઅર હેમંત વઢવાણાની ટીમ કામ કરી રહી છે. તમામ મુશ્કેલીઓ બાદ આખરે ગુરુવારે મગર સુધી પહોંચવામાં સફળતા મળી હતી. મગરને શુક્રવારે રેસ્ક્યૂ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે સવારે વાઘોડિયામાં ખેતરમાં પાસે આવેલા એક 70 ફૂટ ઊંડા કૂવામાં મગર પડ્યો હોવાથી સ્થાનિકોને રેસ્ક્યૂઅર હેમંત વાઢવાણાની ટીમનો સંપર્ક કર્યો હતો. મગરને રેસ્ક્યૂ કરવા માટે છેલ્લા પાંચ દિવસથી 100 કલાકથી વધારે સમયથી મહેનત કરી રહ્યા હતા.
હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, કૂવામાં ફસાઈ ગયેલા મગર સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે સાંજે મગર સુધી પહોંચવામાં સફળતામાં મળી હતી. મગરને બહાર કાઢવા માટે તમામ વ્યવસ્થા ઊભી કર્યા બાદ શુક્રવારે કૂવામાં ફસાઈ ગયેલા મગરને રેસ્ક્યૂ કરવામાં આવશે. ટીમના 15 વોલન્ટિયર્સ તથા વનવિભાગના કશ્યપ પટેલ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા હતા.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment