પાટણમાંથી 524 વિદેશી દારૂની પેટી સાથે 4 ઝડપાયા / દારુના આ જથ્થાને કટિંગ કરી મહેસાણા અને અમદાવાદના જુહાપુરામાં આઈશર દ્ધારા મોકલાવાનો હતો..!

પાટણમાંથી 524 વિદેશી દારૂની પેટી સાથે 4 ઝડપાયા /  દારુના આ જથ્થાને કટિંગ કરી મહેસાણા અને અમદાવાદના જુહાપુરામાં આઈશર દ્ધારા મોકલાવાનો હતો..!
પાટણમાંથી 524 વિદેશી દારૂની પેટી સાથે 4 ઝડપાયા
દારુના આ જથ્થાને કટિંગ કરી મહેસાણા અને અમદાવાદના જુહાપુરામાં આઈશર દ્ધારા મોકલાવાનો હતો..!
Advertisements 
 પાટણ / સિદ્ધપુર: ગુજરાતમાં કોરોનાને લઈ રાત્રીના 9 થી સવારના 5 વાગ્યા સુધી કરફયું હોવા છતાં ઈંગ્લીશ દારૂ ની બેરોકટોક હેરાફેરી થઈ રહી ત્યારે પાટણ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાટણ કુખ્યાત બુટલેગરના ઘરે રેડ કરી 524 પેટી દારૂ ઝડપી લઈ 4 ઈસમોને આબાદ ઝડપી લીધા હતા.

  પાટણ શહેરના બોકરવાડામાં વર્ષોથી કય્યુમ નામનો બુટલેગર પોલીસ તંત્ર અને રાજકારણીઓની રહેમ નજરે ઈંગ્લીશ દારૂનો ધંધો છૂટથી કરી રહ્યો છે ત્યારે પાટણ પોલીસને બાતમી મળી હતી કે પાટણમાં આ કુખ્યાત બુટલેગરને ત્યાંથી દારૂ કટિંગ થવાનું છે જેમાંથી એક જથ્થો મહેસાણા એક ઠાકોર બુટલેગરને ત્યાં અને બીજો જથ્થો જુહાપુરા અમદાવાદ માલ મોકલવાનો હોઈ ગોડાઉનમાં આઈસર પડી છે. જેની તપાસ કરતા 524 પેટી દારુ મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા આશરે 24 લાખ તેમજ આઈશર ટ્રક મળી 34 લાખના મુદ્દા માલ સાથે કુખ્યાત બુટલેગર કય્યુમ સહિત 3 વ્યક્તિને ઝડપી લીધા હતા.
રિપોર્ટ: ધૃવ દવે, સિદ્ધપુર
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️Ⓜ️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.