સેલંબા ગામે 11 વર્ષના માસુમ અનાથ બાળક પાસે બાળ મજૂરી કરાવી મારી ત્રાસ આપતા બાળ મજૂર ભાગી છૂટતા આરોપી સામે પોલીસ ફરિયાદ

સેલંબા ગામે 11 વર્ષના માસુમ અનાથ બાળક પાસે બાળ મજૂરી કરાવી મારી ત્રાસ આપતા બાળ મજૂર ભાગી છૂટતા આરોપી સામે પોલીસ ફરિયાદ
Ⓜ️સેલંબા ગામે 11 વર્ષના માસુમ અનાથ બાળક પાસે બાળ મજૂરી કરાવી મારી ત્રાસ આપતા બાળ મજૂર ભાગી છૂટતા આરોપી સામે પોલીસ ફરિયાદ 

Ⓜ️ઘર માલિક 11 વર્ષના માસૂમ બાળકને બાળ મજૂરીએ રાખી તેની પાસે પોતાના ઘરે કામ કરાવી, મેળામાં કામ કરાવી કામ ન કરે તો માર મારતો હતો

Ⓜ️માસુમ બાળક બસમાં બેસીને તાપી પહોંચી જતાં તેને તાપી રિમાન્ડ હોમમાં દાખલ કરાયો 

Ⓜ️આરોપીનો કોરોના ટેસ્ટ કરવા સાગબારા પોલીસ મથકે આરોપીનો કોરોના ટેસ્ટ થયા બાદ અટક કરાશે.
Advertisements 
 રાજપીપળા: બાળ મજૂરી કરાવવી અને બાળકને મજૂરી એ રાખવા એ ગુનો હોવા છતાં કોરોના જેવા સંકટમાં પણ સેલંબા ખાતે સુનિલભાઈ નામના ઈસમે પોતાને ત્યાં 11 વર્ષના માસુમ અનાથ બાળકને છેલ્લા ત્રણેક વર્ષથી ઘરે રાખી તેની પાસે ઘર કામ કરાવતો હતો. તેને પોતાના ઘરે કામ કરાવી, મેળામાં કામ કરાવી કામ ન કરે તો માર મારતો હોઈ આ બાળ મજૂર પોતાના માલિકના ત્રાસથી નાસી જતા તાપી નાસી છુટ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા સાગબારા પોલીસે બાળ મજુરના ગુમ થયાની અને બાળ મજુરી કરાવનારી સમ બાળમજૂરીના અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ચકચાર મચી જવા પામી છે.

 આ અંગે સાગબારા પોલીસે એએસઆઈ અશોકભાઈ ગુલાલે જાતે ફરિયાદી બની આરોપી સુનિલભાઈ હરીશભાઇ વાઘ ઉર્ફે બહાદુરભાઇ (રહે સેલંબા ) નાસામે બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ 2015 ની કલમ 75 તથા 79 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે. 

 ફરિયાદની વિગત મુજબ આરોપીએ સેલંબાના 11 વર્ષીય અનાથ બાળકને છેલ્લા ત્રણેક વર્ષથી તે પોતાની દેખરેખ હેઠળ રાખી તેની પાસે ઘર ગામ કરાવી તેમજ મેળામાં કામ કરાવી તેની પાસે બાળ મજુરી કરાવતો હતો, અને કામ ન કરે તો તેને માર પણ મારતો હતો, તેથી આ માસૂમ બાળક માલિકના અત્યાચારથી ત્રાસી ગયો હતો, અને તેના પંજામાંથી છૂટવા પ્રયત્ન કરતો હતો. તા. 31 /5 /20ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં બાળકને માર મારી તેની ઉપર અત્યાચાર આચરતાં મજબુર બાળક સેલંબાથી ભાગી છૂટ્યો હતો. પોલીસે બાળક પાસે બાળ મજૂરી કરાવી તેનાથી શારીરિક અને માનસિક ત્રાસ આપી તેને જવા મજબૂર કરી ગુનો કરતાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અનાથ બાળક તેના માલિકના ત્રાસથી ઘરમાંથી નાસી જઇ સેલંબાથી બસમાં બેસીને તાપી પહોંચી ગયો હતો, ત્યાં તાપી રિમાન્ડ હોમમાં દાખલ કરેલ છે. હાલ આરોપીને સાગબારા પોલીસ મથકે લાવી તેનો કોરોના ટેસ્ટ કરાશે, ત્યારબાદ તેની અટક કરશે.
 રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા. 
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.